રાહ જોઈને ઊભો રહું છું ડેલીના બારણે.
ક્યાં દિલદાસ્તાન હું કહું છું ડેલીના બારણે.
ઉગતો સૂરજ ધીમેધીમે ઢળતો જાય પશ્ચિમ,
તોય પ્રતિક્ષાની વેદના સહું છું ડેલીના બારણે.
પક્ષીઓ પણ માળા ભણી જવા નીકળ્યાં છે,
વાયુવમળમાં આશાથી વહું છું ડેલીના બારણે.
ઈપ્સિત આગમન ન થયું આજે પણ કરુણતા,
રહીરહીને નિજ ભાગ્યને કોસું છું ડેલીના બારણે.
ત્યાં તો ઝબકી એક આશા મનોપટલે નિદ્રાતણી,
એય તને સ્વપ્નમાં આવવા આમંત્રું છું ડેલીના બારણે
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.