બાપની વેદના
ભાગ ૧: આશાનું કિરણ
રામજીભાઈ ગામના એક ખૂણામાં નાની ઝૂંપડીમાં રહેતા હતા.તેમની પત્ની વર્ષો પહેલાં ગુજરી ગઈ હતી.હવે તેમના જીવનનો એકમાત્ર સહારો તેમનો દીકરો અજય હતો.અજય ઘણો ભણેલો અને સંસ્કારી યુવાન હતો.ગામમાં કામ ન મળતા, અજયે કમાણી કરવા માટે શહેર જવાનો નિર્ણય કર્યો.નીકળતી વખતે તેણે પિતાના ચરણ સ્પર્શ કર્યા.તેણે વચન આપ્યું, "બાપુ, દિવાળી પર મોટો પગાર લઈને આવીશ, આપણી બધી ગરીબી દૂર થઈ જશે."
ગુજરાતના એક નાના ગામમાં રહેતા વૃદ્ધ રામજીભાઈ પોતાનો એકમાત્ર દીકરો અજય, જે ખૂબ હોશિયાર હતો, તેના ભણતર માટે મજૂરી કરીને જીવન ગુજારતા હતા. ગામમાં નોકરી ન મળતા અજયે આર્થિક તંગી દૂર કરવા શહેરમાં જઈને કામ કરવાનો નિર્ણય લીધો અને પિતાને ગરીબી દૂર કરવાનું વચન આપીને શહેર તરફ પ્રયાણ કર્યું.હવે આગળઅજયના ગયા પછી રામજીભાઈનું જીવન સાવ સૂનું થઈ ગયું. ઘરમાં અજય વિના પળ પળ વિતાવવી પહાડ જેવી ભારી લાગતી હતી. ચોમાસું વીતી ગયું અને શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત સાથે જ દિવાળીના દિવસો નજીક આવવા લાગ્યા. ગામના લોકો પોતાના ઘરોની સાફ-સફાઈ અને રંગરોગાનમાં વ્યસ્ત હતા. બજારમાં રોશની અને મીઠાઈઓની દુકાનો સજવા લાગી હતી. આ બધું જોઈને રામજીભાઈના દિલમાં પણ એક નવી આશાનો દીવો પ્રગટ્યો હતો. તેમનો દીકરો અજય દિવાળી પર ઘેર આવવાનો હતો.રામજીભાઈનો રોજનો એક નિયમ બની ગયો હતો. તેઓ વહેલી સવારે ઉઠીને ઘરનો ઉંબરો સાફ કરતા. ત્યારબાદ, ફાટેલી ધોતી અને જૂનું પહેરણ પહેરીને ગામના પાદરે, જ્યાં શહેરથી આવતી બસો ઊભી રહેતી હતી, ત્યાં જઈને બેસી જતા. સવારથી સાંજ સુધીમાં જેટલી પણ બસો આવતી, રામજીભાઈ ઊભા થઈને આતુર આંખે જોતા કે કદાચ અજય તેમાંથી ઉતરશે. દરેક બસ ખાલી થઈ જતી પણ અજય દેખાતો નહીં. સાંજ પડતાં જ તેઓ ભારે હૈયે, લાકડીના ટેકે પાછા ઝૂંપડી તરફ વળી જતા.તેમની પાસે મોબાઈલ ફોન ખરીદવાના કે રિચાર્જ કરવાના પૈસા નહોતા. એટલે અજય સાથે કોઈ વાતચીત થઈ શકતી નહોતી. ગામના પડોશીઓ ક્યારેક પૂછતા, "રામજીબાપા, અજયનો કોઈ ફોન-વધામણું આવ્યું કે નહીં?" ત્યારે દાદા પોતાની આંખોમાં ગર્વ અને હસતો ચહેરો રાખીને કહેતા, "મારો દીકરો અજય બહુ સંસ્કારી છે. એણે મને વચન આપ્યું છે કે એ દિવાળી પર મોટો પગાર લઈને આવશે અને આપણી ગરીબી કાયમ માટે દૂર કરશે. એ એનું વચન ક્યારેય નહીં ભૂલે..........
બાપની વેદના વાંચવાની ભૂલતા નહીં.
ભાગ ૨: લાંબી પ્રતીક્ષા