શું શબ્દને શું અર્થ અહીં તો સમર્થ દેખાય છે.
શું સવાલને શું પ્રશ્ન અહીં તો વિધ્યાર્થ દેખાય છે.
જગત આખ્ખે આખું ફરી લીધું તાગ પામવાને,
શું હર્ષને શું હોય શોક અહીં તો સમ્યક દેખાય છે.
ગણતરીની દુનિયાના સો એકડા હવે પૂરા થયા,
શું લાભને શું હોય હાનિ અહીં તો પરમાર્થ દેખાય છે
જોઈ લીધું જગત અનુભવે અથથી ઈતિ સુધીનું,
શું ધર્મને શું હોય અધર્મ અહીં તો સ્વાર્થ દેખાય છે.
વાણી પણ સાવ મૂક બની ચૂકી દશા વર્ણવવા કાજે,
ના પૂછો વાત આનંદની પ્રતિડગલે તીર્થ દેખાય છે.
- ચૈતન્ય જોષી. 'દીપક 'પોરબંદર.