Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" વર્ષાનું આગમન "

કોરા કાગળ જેવા મનમાં, વર્ષાની થઈ સોગાત,
જોને આવી સૃષ્ટિ કાજે, કેવી ઘડી આ રળિયાત.

ઘેરાયાં છે વાદળ નભમાં, પવન લાવ્યો છે પેગામ,
ધરતીના કણ-કણમાં જાગી, ઉત્સવની શરૂઆત.

ચકલી, મોર, કોયલ ટહુક્યા, સીમ બધી હરખાઈ,
ઝરમર વરસ્યા ફોરાં ને, ખીલ્યું મોસમી પ્રભાત.

મઘમઘ મહેકી ઊઠી ધરા ને, છે ખુશ્બૂનો અંબાર,
લાગે કુદરતની આજે, આ ધરતી પર છે ખેરાત.

તન સાથે મન ભીંજવીએ, આ પહેલા વરસાદમાં,
વરસાદી માહોલમાં "વ્યોમ" કરીએ દિલની વાત!


✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 112030567
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now