Gujarati Quote in Blog by Jenisha

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કહેવાય છે ને કે સંઘરેલો સરપ પણ કામ આવે એમ અમારા ઘરમાં આઝાદી સમયનુ પણ ઘણુય સંઘરેલુ જોવા મળે. વરસમા ૨ વાર ધુહ-જારા ટાઈમે કાઢી,સાફ સફાઈ કરી પાછુ ઠેકાણે મુકી દેવાનુ એ આશાથી કે કયારેક કામ આવશે. એમાનો આ સિકકો બ્રિટિશ ઇન્ડિયા વન પાઈસ તાંબાનો સિક્કો છે જે ૧૯૪૩ અને ૧૯૪૭ ની વચ્ચે બનાવવામાં આવ્યો હતો.આ સિક્કાના મધ્યમાં એક વિશિષ્ટ છિદ્ર છે, જે યુદ્ધ દરમિયાન ધાતુ બચાવવા માટે રચાયેલ છે. આ એક રૂપિયાના ૧/૬૪મા ભાગ અથવા એક અન્નાનો ૧/૪ ભાગ બરાબર હતું.આ સિક્કાઓ ક્યારેક જ્યોતિષશાસ્ત્રમાં અથવા તેમના ઐતિહાસિક મહત્વને કારણે ઘરેણાંના પેન્ડન્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે. ખુબ નસીબદાર સમજુ છુ હુ મારી કે મારા દાદા-પરદાદાની વીરાસત જોઈ-જાણી તથા આપણા અમુલ્ય વારસાને માણી શકુ છુ.

Gujarati Blog by Jenisha : 112029960
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now