Gujarati Quote in Poem by Dhamak

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# તેઓને પરવા નથી

ચારે બાજુ શોરનો મેળો છે,
સાચા શબ્દોનો ગળો ઘૂંટાયો છે.
ખોટા ચહેરાઓની આ ભીડમાં,
સાચું દિલ આજે એકલું છે.

લોકો આવે છે, લોકો જાય છે,
સમય પોતાની ચાલ ચલાવે છે,
પણ સત્યનો દીવો મનમાં બળે છે,
એ ક્યારેય બુઝાતો નથી.

હું તો બસ એટલું કહું આજે,
તેઓને પરવા નથી આપણી,
પણ એથી સપનાઓ મરતા નથી,
ને હિંમતના રસ્તા અટકતા નથી.

નફરતના ઘેરા વાદળ વચ્ચે,
આશાનો પ્રકાશ જલાવીએ,
જે દીવાલો રોકે છે રસ્તા,
એ દીવાલોને તોડી આગળ વધીએ.

હારનો વિચાર પણ ન કરીએ,
અંધકારથી ડર ન માનીએ,
સત્યને સાથી બનાવીને,
નવી દિશામાં પગલાં માંડીએ.

હું તો બસ એટલું કહું આજે,
તેઓને પરવા નથી આપણી,
પણ આપણે હાર ન માનવી,
લખવી છે નવી કહાણી.

ચાલો, હાથમાં હાથ લઈ,
સત્યની સાથે ચાલીએ,
આશા અને વિશ્વાસના સંગે,
નવી સવાર લાવીએ.
heena gopiyani (Dhamak)

Gujarati Poem by Dhamak : 112028123
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now