એ જ સમય મારે ફરી જીવવો છે!
પહેલા નંબરે આવીને જ્યાં ખુશીઓથી છલકાતા,
એવા મધુર સમયને મારે ફરીથી જીવવો છે...
હર પ્રવૃત્તિમાં સૌથી આગળ રહીને મલકાતા,
એ જ જૂના અંદાજને મારે ફરીથી જીવવો છે.
કોલેજના એ દિવસોમાં પણ ચારેય તરફ છવાતા,
એ જ રજવાડી ઠાઠને મારે ફરીથી જીવવો છે...
'સાયન્સ' ભણીને વટથી આખી દુનિયામાં મહેકતા,
એ જ ગર્વના દરજ્જાને મારે ફરીથી જીવવો છે.
ભૂતકાળની એ જીતને મારે ભવિષ્યમાં સજાવવી છે,
મહેનત તણી આ રાહ પર કિસ્મત ઝુકાવવી છે...
દુનિયા મગરૂર થઈને જ્યાં મારું નામ પોકારે,
'સરકારી શિક્ષક'ના એ જ ગૌરવને મારે ફરીથી પામવો છે!
Nidhi Vaja