*એવું તો શું પાપ કર્યું કે એક સારા માણસને બ્લોક કરવો પડ્યો!કોઇ પરસ્પર સંવાદ થકી જીવન જીવવાની સીડી હાથ લાગી જાય તો જીવનકેડી ચડવામાં સરળ પડે.તમે તો સાફ સુથરા રસ્તાને બંધ કરવા ગાંડા બાવળના કાંટાની વાડ કરી.શું એ કાંટાળી વાડ ઉખાડી ફેંકવા આ જગતનો દરેક માનવી અસમર્થ છે?છતાં કમળનો ભમરો તાકાતવર હોવાં છતાં સાંજ પડે કમળ સંકોચાય તેમ તેં પણ અંદર સંકોચાઇ રાત વિતાવે છે.કેમકે એને વિશ્વાસ છે કે સવાર પડશે જ અને કમળ ખીલશે.હું પાછો આ વિશાળ સરોવરમાં ખીલેલાં કમળને નીરખી ખુશી મનાવીશ.*
. - વાત્સલ્ય