એક વિધવા માં..ની આવી દશા !!!
તેનાં ચાર સંતાન....!!!
સંતાન યુવાન અને તેમની
સાહજિક ચિંતા બે પ્રકારની !!
કમાવાની અને સગું શોધવાની!
સાથે સાથે ભણાવવાની.
સગાનાં બેસણાં-ઉઠામણાં સતત.
પાછું લગ્નની સીઝન.
ચાંદલો-પહેરામણી અને ભેટ.
બીમારીઓ સતત અને બીમારને બોલાવવા જવાનું સતત.
છોકરાંઓની બર્ડે પાર્ટી અને ગામમાં નવરાત્રી-રામામંડળનાં ઉઘરાણાં.
દરરોજ ઝોળી લઈ ફરનારા માગણ અને વાર તહેવાર નવાં કપડાં.!
મહેમાન અને સગું જોવાવાળાની કતાર!
ટૂંકી આવક અને લાંબી જાવક.
એક સાંધે ત્યાં તેર તૂટે!
સરકારની વિધવા પેનશન અગિયારસો
ત્યાં વીજળી બીલ,ગેસ બીલ,દૂધ બીલ,શાકભાજી બીલ.સીઝનના અનાજ ભરવાની ઝટપટ અને પંચાયત કે નગરના વરસે દહાડે વેરા જાણે વેરી જેવા લાગે.
વેકેશનમાં પ્રવાસ સાથે ટ્યુશન ફી,ભણતર ફી અને અવનવા "ડે" ની વણઝાર..જૂની કહેવત-ઘોડે ચડનાર "બાપ" મરજો પણ દળણું દળનાર "મ"ના મરજો.
હવે નવી કહેવત-"ઘોડે ચડનાર બાપ સોં વરસ જીવજો અને મા કોઇ ની કદી ના મરજો."
. - વાત્સલ્ય