"ચૂંટણીનો તમાશો"
ગલીએ ગલીએ હવે તાલ જોજો,
નેતાજીની બદલાતી ચાલ જોજો.
વર્ષોથી મોઢું બતાવ્યું નથી જેમણે,
ચરણોમાં ધરશે એ ભાલ જોજો.
ગઈકાલે જેમનામાં 'ઝેર' ભરેલું હતું,
આજે એ બોલશે ગુલાલ જોજો.
ખિસ્સામાં જેમના 'ભ્રષ્ટાચાર' જીવે છે,
મોઢે જપશે એ સુરપાલ જોજો.
પહેલા તો ઓળખતા નહોતા પડોશીને,
ખબર અંતર પૂછશે ખુશહાલ જોજો.
પાંચ વર્ષ જનતાને જેમણે 'રડાવી' છે,
આજે પહેરાવશે એમને શાલ જોજો.
મત માટે ગરીબના ખાશે એ રોટલા,
પણ હોઠે વળગ્યા છે દલાલ જોજો.
જીત્યા પછી તો એ એવા ઊડી જશે,"સ્વયમ્'ભૂ"
કે શોધવા પડશે એ વિકટ કાળ જોજો.
અને અંતે હું એટલું કહીશ
જીત ગમે તેની થાય પણ લોકશાહી હારવી ન જોઈએ....
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"