ખુદમાં..!!!!
ખુદ ને ક્યાં શોધું, ખોવાયો છું ખુદમાં,
જ્યાં જ્યાં હું મળ્યો, જડ્યો છું ખુદમાં.
આંખોના આંસુ કહે, નિઃશબ્દ વાતો,
દરેક પળમાં હું વિખરાયો છું ખુદમાં.
સપનાઓ તૂટ્યાં, થંભી ગયા શ્વાસ,
જીવતો હોવા છતાં મરાયો છું ખુદમાં.
રસ્તાઓ બધા જ ખોવાઈ ગયા અંતે,
એકલો બનીને અટવાયો છું ખુદમાં.
'પ્રસંગ' કહે છે, ઊંડે ઉતર જો હવે તું,
સાચો હું ક્યાંક તો સમાયો છું ખુદમાં.
- "પ્રસંગ"
પ્રણયરાજ રણવીર