મૌનનાં સવાલાત.!!!!
નથી ફીકર હવે મને મારા મોતના સવાલાતની,
કોઈ કસર ના રહે બાકી હવે એ સવાલાતની.
શ્વાસોના દરેક પળે ઊઠ્યા છે મૌન અંદરથી,
દિલને ક્યાં મળે હવે રાહત આ સવાલાતની.
રાતોના દરેક ખૂણે ગુંજે છે વિચારના પડઘા,
મનને ક્યાં મળે કોઈ અંત આ સવાલાતની.
સાચા ખોટાના રસ્તા ધૂંધળા થઈ ગયા છે,
આંખોમાં રહી માત્ર છાયા આ સવાલાતની.
સપનાઓ ઉડી ગયા છે રાખ બની સમય સાથે,
હાથોમાં રહી ગઈ ખાલી રેખા આ સવાલાતની.
ખુદને જ પૂછે અંતર સત્ય શું અહીં 'પ્રસંગ',
જવાબો ખોવાયા ભીતર જ આ સવાલાતની.
- પ્રસંગ
પ્રણયરાજ રણવીર