**|| મહાવીર હનુમાન ||**
માત અંજનીના તમે વાહલા છો **બાળ**,
દૂર કરો ભક્તોની સર્વે **જંજાળ**.
પવનદેવના તમે પરમ છો **પૂત**,
શ્રી રામચંદ્રના તમે સાચા છો **દૂત**.
બાળપણમાં ઉડાન ભરી સૂર્યને ગળવા **ધાયા**,
ઇન્દ્રના વજ્રથી પણ નવ જરાય **ગભરાયા**.
દેવોએ આપી તમને અદભુત **શક્તિ**,
તમારા રોમ-રોમમાં છે રામની **ભક્તિ**.
ઋષ્યમૂક પર્વતે પ્રભુ રામજીને **મળિયા**,
દુઃખડા તે સુગ્રીવના પળમાં સૌ **ટળિયા**.
એક જ છલાંગે તમે સાગર કૂદી **ગયા**,
માતા સીતાને જોઈને ગદગદ **થયા**.
સીતાજીને શોધીને રામ-મુદ્રિકા **આપી**,
અશોક વાટિકામાં જઈ રાક્ષસોને **સંતાપી**.
પૂંછડીએ આગ લાગી, બાળી આખી **લંકા**,
ત્રણેય લોકમાં વાગ્યા બજરંગના **ડંકા**.
લક્ષ્મણજી યુદ્ધમાં જ્યારે મૂર્છિત **પડ્યા**,
સંજીવની લાવવા તમે ડુંગરે **ચડ્યા**.
આખો પહાડ ઉપાડીને આકાશમાં **ઊડ્યા**,
રામના કામમાં તમે ભક્તિથી **ડૂબ્યા**.
છાતી ચીરીને બતાવી રામ-સીતાની **મૂરત**,
ધન્ય છે હનુમાનજી તમારી આ "સ્વયમ્'ભૂ"**સૂરત**.
જન્મોત્સવના દિને નમાવીએ અમે **શીશ**,
ભક્તોની ઉપર સદા વરસાવો તમ**આશિષ**.
**જય સિયારામ! જય હનુમાન!** 🙏
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"