કંઇક ચાહત આવી પણ..... ગઝલ / ભટ્ટસાહેબ
રાતની રાતો કરી છે, એમને જોવા અમે,
એમને ક્યાં ભાન છે ક્યાં, બેઠા છી રોવા અમે.
ગમતું એ એકાદ ઘર પણ, સાચવી ના શક્યા એ,
પાપની આંધી લઈને, પાપ ગ્યાં ધોવા અમે.
જે દિવાલો પર ચિત્રોને, કોતર્યા 'તા એ હવે,
ભૂસવા માટે કલરના, ડબ્બા ગ્યાં લેવા અમે.
એ બધી કોલેજની વાતો, અમે ભૂલ્યા હતા,
ને લગનના દાડે બેઠા, ઝેરને પીવા અમે.
જે ચહેરાને અમે, જોયો નથી કોઈ દિવસ,
એ હવે સાહેબ માટે, શોધવા આયા અમે.