સવાર
વહેલી પરોઢે બોલ્યો રે મોરલો
સાથ પૂરે સાથે પેલી રે ઢેલડ!....
કૂકડો પણ ઝબકી જાગ્યો ને બોલ્યો,
સાદ સાંભળી તેતરને ટીટોડી રે બોલ્યા!....
ઉગમણે આકાશે શુક્ર તારલો ચમક્યો
ભાગ્યો અંધકારને કેસરિયો ચમક્યો!....
જોઇ ઝાડવેથી પંખી સૌ ચહેક્યા
જાગી ગયાનેઝાડવા બુંદોથી તેય ચમક્યા!.....
ઝાકળ કેરી ચાદર પથરાઈ
ફૂલ ગુલાબી ઠંડી છે પ્રસરાઈ!.....…
સોનેરો સૂરજ છે ચમક્યો
સોનેરા કિરણો તેના ભરે અનેરો ઉમંગ!...
જય શ્રી કૃષ્ણ:પુષ્પા.એસ.ઠાકોર