જાણું છું તારો ને મારો કોઈ મેળ નથી
જાણું છું ક્યાંય આપણે મળવાના નથી
જાણું છું તારી દુનિયા અલગ છે મારાથી
જાણું છું તારો ને મારો કોઈ મેળ નથી,
પણ તોય આ દિલ તારા વગર ધબકતું નથી.
જાણું છું ક્યાંય આપણે મળવાના નથી,
પણ તોય આશાનું એક નાનકડું કિરણ ઓલવાતું નથી.
જાણું છું તારી દુનિયા અલગ છે મારાથી,
પણ તોય મારી દરેક ક્ષણમાં તું કેમ સમાયેલો છે?
જાણું છું આ પ્રેમ એક અધૂરી કહાની છે,
પણ તોય આ જીવ તારા નામથી જ કેમ જોડાયેલો છે?
જાણું છું આ સંબંધનું કોઈ ભવિષ્ય નથી,
પણ તોય આ આંખો તને જોતા જ કેમ ચમકે છે?
જાણું છું તું મારો નથી, ને ક્યારેય થઈશ નહીં,
પણ તોય આ મન તને જ કેમ પોતાનો માને છે?
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌹 કલમ મારી પ્રતિસાદ તમારો 🌹