કવિતા શીર્ષક: જીંદગી
કોઈની જીંદગી થાકી છે,
તો કોઈની જીંદગી દૌડી છે,
રસ્તાઓ વચ્ચે ઉભી રહી છે,
લક્ષ્ય શોધતાં ચાલી પડી છે,
કોઈની જીંદગી અમીર બની છે,
તો કોઈની જીંદગી ગરીબ બની છે,
ક્યારેક મનભરી શાંત બેઠી છે,
ક્યારેક વમળો વચ્ચે ફેરાફરી છે,
કોઈને ખૂબ ખૂબ હસાવે છે,
તો કોઈને થોડી રડાવે છે,
બેઉની વચ્ચે જે મધ્યમાં ઊભા છે,
એને જીંદગીની સમજ ખરી પડી છે.
મનોજ નાવડીયા