The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
"મૌનમાટીમાં અગ્નિધાર!" (જ્યારે પત્રકાર પાવરપોઈન્ટથી યુદ્ધ જીતવા લાગ્યા…) સત્યને ઢાંકી દીધી સાજ-સજાવટમાં, જ્યાં લાશો પડેલી હતી – ત્યાં વીજતી લાઇટ્સ અને ટાઇમિંગ પર કટસ! મુંબઈના બુલેટ છોડતા શહરોમાં, લાઈવ અપડેટ્સ આપી આતંકીઓને રણનીતિ બતાવતા તાંત્રિક પત્રકાર! TRPના હવસે હણાય રાષ્ટ્રના સૈનિક, કેમ કે દુશ્મન જોઈ રહ્યો હતો... એજ એન્કર ‘એલર્ટ’ પરથી એન્ટ્રી લેશે ક્યાંથી! અને ઓપરેશન સિંદૂર? લોકો એ રાત ઉજાગરા કરી માન્યું જીત હતી, સવારે ખબર પડી કે એ તો એક "એપિસોડ" હતો – TRP માટે રચાયેલો નાટક જ્યાં પત્રકારો એજન્ડા વાંચતા હતા… અને શહીદો કેમેરાની અંદર લપસાઈ ગયા હતા. અને હા, સાહેબ, આભાર છે ‘યુદ્ધ વિરામ નો નહીં તો આપણા તો સમાચારના હેડલાઈનથી કાબુલથી મોસ્કો સુધી જીતી લેવામાં આવી હોત સત્તા! યુદ્ધ તો આપણું ‘સ્ટુડિયો’ કરતું અને જીતતું રહ્યું, ફક્ત માપખંડ રહેતો 'ગુગલ મેપ' પર, બાકી બધું રાષ્ટ્ર સાથે નાટક! અટક્યું ના હોત ઓપરેશન સિંદૂર, તો ભારતના માધ્યમોએ જીતી લીધો હોત આખો મધ્ય એશિયા! કેવી રીતે? નકલી ઇન્ટરવ્યુ, ડોક્ટર વિડિઓ, અને બ્રેકિંગ ધમાલ સાથે. પત્રકારો હવે વિચારજો… સત્ય માટે લખો નહીં તો મુલ્યાંકન તો ઈતિહાસ કરે જ... પણ શમશાનમાં તમને “સ્ટુડિયો શહીદ” કહેવાશે! આવા પત્રકારો જોઈને… દેશ કેવો રહી શકે ગર્વભર્યો? જ્યાં શહીદો દેશ માટે મરે, અને માઇકધારી તેની થતી ખોટ માટે TRP મેળવે! સંજય શેઠ https://www.facebook.com/profile.php?id=61577697194148
બચપણ ની યાદો ભરી મન માં મિત્રતા તરફ પગલું ભર્યું છે નિજાનંદ નો ઘૂંટ ભરી ને તારી મસ્તી મે પીધેલી છે હું સાચી મિત્રતા કરીશ જ્યાં સુધી હું સ્વપ્ન જોઈ શકું છું જ્યાં સુધી વિચારી શકું છું જ્યાં સુધી તું મારી યાદો માં સમાયેલી છો હવે પડી રહેવા દે ઓ દુનિયા મને બદનામ થવાની ફૂરસદ નથી હું મિત્રતા નીભાવિશ જ્યાં સુધી મારી પાસે અનુભવવા જેવું હૃદય છે જ્યાં સુધી સમય છે જ્યાં સુધી શ્વાસ છે તારું નામ બોલવા માટે હવે તો એક દિવસ સમય ભૂલીને મન મૂકી મળવું છે દુઃખ ની સવાર હોય દર્દ ની સાંજ હોય બધું મંજૂર છે મને બોલ તારે બચપણ નું સપનું સાચું કરવું છે? હું મિત્રતા નિભાવિશ કેમ કે લાગણી છે બચપણ થી. સંજય શેઠ https://www.facebook.com/profile.php?id=61577697194148
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser