ક્યારેક ગુસ્સો ખુબજ આવે છે.
કોઈ પ્રત્યે તો ખુદની જાત પર.
રોજ સાથે રમતા જ લોકો
રમત રમી જાય ત્યારે આવે છે.
ગુસ્સો એ પણ અઢળક
એ લોકો પ્રત્યે.
એવાં લોકો પર વિશ્વાસ કર્યો.
આ વિચારે ગુસ્સો આવે છે જાત પ્રત્યે.
આપણે લાગણીઓ માટે રમતાં હોય.
એ જ લાગણીઓથી જ રમી જાય.
ત્યારે ગુસ્સો આવે છે,
ના નથી.
હા પણ એક વાત કહું;
ક્યારેક શાંત ચિત્તે વિચારવા જેવું ખરું!
કે ખરેખર રમત જ કરી છે કે કોઈ કારણસર???
બસ આ જાણ્યા પછી,,,
જો લાગે કે લાગણીઓ સાથે રમત જ કરે છે.
બસ તો પછી તેને દાવ આપવાની ભૂલ શીદને કરવી??
રમતમાંથી હટી જાવ કે પછી હટાવી દો.
દરેક વખતે જીતવું કે હારવું ક્યાં જરુરી હોય?
કોઈ વખત ના હાર કે ના જીત.
બસ સ્વીકાર ભાવ દ્વારા ગુસ્સો શાંત કરી શકાય.