લોક વાણી ભાગ.૮
ચકલો ચકલી,
લય મેળ ગીત રચના
એક ચકલી ને ચકલો હતા.
ભમી ભમી ને તણખલા વિણતા હતા....
ઘર ના આગણી એ નાચ નાચતા,
નેવે નમીને નીડ બાધતા હતા.
ચીં ચીં ચીં કરી ને સમતા હતા...
ગૂંથતા નીડ ને મહેનતથી મહાલતા.
જાણે જાહો જહાલી મહેલાતમા.
સ્નેહે સંગાથ માં ચણતાં હતા.
બાઘ્યુ પરબ ને તૃષા છીપાવતા.
જૂલે હિંચોળે ને પળ પળ પોષતા.
રોજ ની શમણાં માં સજાગતા હતા.
મનડાના મેળ હોય આવતા જાતા.
ફર ફર ઊંડે ને આવકાર આપતાં.
ચણી ચણ પાછા ઊડી જાતા હતા.
માળા માં ઈંડાને સંભાળતા હતા.
ચેવવાના વાણલા વિતાવતા હતા.
પોષણ ના મૂલ ને મુલવતા હતા.
સાથી સંગાથે જીવન વિતાવતા.
ધમ ધમતા જીવનને પલ્લવતા હતા .
લાગણી હૂંફ માં મનરવ મળતા હતા.
મનજીભાઈ કાળુભાઇ મનરવ મુ બોરલા