શરણ શિવજીનું સ્વીકારી તું જો.
શિવ જેવા દાની ધારી તું જો.
પંચાક્ષરે એ રીઝનારા, લોટા જળ તુષ્ટ થનારા.
એવા આશુતોષને આવકારી તું જો....1
ટાળે લેખ વિધિના એ શિવજી, લેને અંતરથી એને ભજી.
ભોળાનાથને દિલથી પોકારી તું જો...2
માંગ્યું વરદાન એ દેનારા, નથી ભેદભાવ મારા તારા.
એવા કૈલાસપતિને સંભારી તું જો...3
કોટિ જન્મોનાં પાપો પ્રજાળે, ફેરો ચોરાસીનો ટાળે.
શ્વાસેશ્વાસે એને વિચારી તું જો..4
ભાવ હૈયાના દેખી હરખે, આરઝૂ અંતરની પરખે.
રટી શિવને જીવન શણગારી તું જો..5
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.