રમત એ પ્યાદાની ને રાજનીતિની!
મંડી પડે સૌ કોઈ હાજર ત્યાં,
બચાવવા પોતાનાં રાજાને!
કહેવાય એ રમત શતરંજની,
રમાતી આવે સદાકાળથી,
બદલાતાં ગયા રુપ એનાં કાળક્રમે,
પણ ન બદલાયો અભિગમ એનો!
શીખવે આ રમત એકાગ્રતા રાખતાં,
સાથે શીખવી જાય ખેલદિલી!
હાર જીત તો થતી રહે જીવનમાં,
ઉભા રહીએ જીવનનાં મેદાનમાં,
બચાવવા પોતાનું અસ્તિત્વ!
20 જુલાઈનો આજનો દિવસ,
'આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ'