દર્દને હવે મારે વેચવું છે,
કોઈ ગ્રાહક હોય તો કેજો,
ઘણું બધું સહન કર્યુ,
નાછૂટકે સાથેજ રહે છે,
થાક્યો છું એની સાથે,
છૂટકારો મળે તો સારુ,
લેનારો કોઈ જડે તો કેજો,
ઓછા ભાવે પણ દેવું છે,
મુર્ખ બની ગયો છે તું,
હસે છે બધાં તારાં પર,
કોણ લે હવે આ દર્દ મારું,
એ બધાં પાસે તો પુષ્કળ છે,
બેઠો છું હવે એકાંતના ખૂણે,
દર્દને બનાવ્યું છે સાથીદાર.
મનોજ નાવડીયા