સત્યને " આ સત્ય છે " એમ કહેવું પડે એ પણ કરુણતા.
ને સત્યવાદીએ હંમેશાં એકલા રહેવું પડે એ પણ કરુણતા
સર્વવિદિત છે કે ખરને ડફણાંના પ્રહારો ખમવા પડે સદાય,
પણ ગજનેય અંકુશ વારંવાર સહેવું પડે એ પણ કરુણતા.
કામ હોય ઓફિસનું કે સરકારી કરાવવાનું કદીએ આપણે,
ને ટેબલ નીચેથી અધિકારીને કૈં દેવું પડે એ પણ કરુણતા.
હોય સિંહ જેવો માટી હરહંમેશાં ગર્જના કરીને જીવનારો,
એણે પણ અધિકારીનું ખોટું કહ્યું કરવું પડે એ પણ કરુણતા.
ક્યારેક ન મળે સફળતા પ્રબળ પુરુષાર્થ કર્યા પછીએ પણ,
ત્યારે પ્રારબ્ધને જ સર્વોપરી બસ માનવું પડે એ પણ કરુણતા.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.