અપમાન સહીસહીને વીતાવી જિંદગી અમે તો.
સ્વમાન મૂકીમૂકીને વીતાવી જિંદગી અમે તો.
સમય મોટામોટા ચમરબંધીનેય ઝૂકાવનારો છે,
આશ્વસન લઈલઈને વીતાવી જિંદગી અમે તો.
આખરે ગુલામ માનવી સંજોગોની નાગચૂડમાં,
ઉરઅગન સહીસહીને વીતાવી જિંદગી અમે તો.
સ્વામિ સંજોગોનું થવાનું સાફલ્ય મળે ના મળે,
આશાદફન કરીકરીને વીતાવી જિંદગી અમે તો.
જીવ મોટો નાનાને ગળવા સદા તત્પર રહેનારો,
મનોમંથન ફરીફરીને વીતાવી જિંદગી અમે તો.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.