યોજના ઈશ્ર્વરની આપણા કરતા પણ તગડી છે...
આતો દખલગીરી થઈ ગઈ ને સ્થિતિ બગડી છે...
વિશ્વાસની વાતો,ખાલી વાતો છેતરામણી છે...
શ્રદ્ધા તો કામ પડે ત્યારે જ શિખરે પહોચાડી છે...
બધું થતું એના નામે, કઈક મેળવવાનો જો આશય છે...
મળી જાય જોઈતું તો પોકળ અહંકારની વાહવાય છે ..
રમત ઈશ્ર્વર નથી રમતો,માણસો ની શોધ અનોખી છે...
જીતે તો હું અને હારે તો ઈશ્ર્વર પર મરજી થોપી છે....
હિંમત તો હિમાલય જેવડી હૃદયમાં દફનાવી છે....
આતો દોષ બીજાને આપવા મુકેલી ખુલ્લી બારી છે....
ઇશ્વરને નફા - ખોટનું ખાલી એક નામ બનાવી સમરે છે...
પણ,ભાવ વગર તો ઈશ્ર્વર થોડો અંતરમાં ઝળકે છે?...