આંખો થી થતી વાતો જ્યારે આંખો માં જ અટકેલી હોય...
હૃદયમાં ઉઠતી લાગણીઓ હૃદયમાં જ ભટકેલી હોય...
કલ્પનાઓ અને સપનાઓ મુલાકાત ના સાક્ષીઓ હોય...
અને રાત આખી વિચારોમાં થોડી વિરહની ચાંદની હોય...
મિલન ની સંભાવના સાથે વાટ જોતા ધબકારા હોય...
સામે આવશે તો શું થશે એ વાત ના ભણકારા હોય...
ભૂતકાળ ખાલીખમ્મ ને ભવિષ્યના સંભારણા હોય....
અધૂરું બધું ગમતું પણ પૂર્ણતા ના વધામણાં હોય....
એવા સંબંધની મધુરતા ની શું વાત કરવી સાહેબ...
ના રાધા હોય ના શ્યામ હોય,ખાલી રાધેશ્યામ નો અહેસાસ હોય...