એક જ ધબકારોને આખી કહાની કહી ગયો,
હોઠે ના ફરક્યા શબ્દો, ને આંખો બધું કહી ગયો.
ઊંડા સમંદરો જેવી એની મૌન વાતો હતી,
હળવો સ્પર્શ ને જાણે જન્મોનો સાથ દઈ ગયો.
નજરથી નજર મળીને વીતી સદીઓની સફર,
એક પળમાં જિંદગીનો અર્થ નવો દઈ ગયાં.
વિખરાયેલા સપનાંઓને એણે સમેટ્યા પ્રેમથી,
સૂની હથેળીમાં જાણે મહેક મૂકી ગયો.
હૃદયના કોઈ ખૂણે ધરબી હતી જે વેદના,
એક હૂંફાળો શ્વાસ ને બધું જ સહન થઈ ગયો.
હવે તો બસ એ ધબકારાની યાદોનો સહારો છે,
જે ક્યારેક મારામાં બનીને ધબકતો રહી ગયો.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
રાધે રાધે 🙏🌹