તારે લખવી હોય તો એક ગઝલ મારી લખી દે,
બસ આ ગઝલમાં મારી વ્યથાની કથા લખી દે.
રોજ રાત્રે જોયેલા સપનાઓ નાં ખજાનો આપી દે,
નહીં તો પછી દિન આખાની મહેનતને ન્યાય આપી દે.
તારી અધૂરપ આ દિલ હંમેશા અનુભવતું રહ્યું રે.
પુર્ણતા થાય તેવું કોઈ સબળ ઔષધ આપી દે.
તારું આગમન આ હૈયામાં આમ અચાનક થયું ને,
પછી તેનું ગમન કેમ થતું નથી તેનું કારણ આપી દે.
આતો રોજેરોજ ની વેદના સહી રહ્યું છે મૌન દિલ,
હવે દિલાસો નહીં આ દિલને એક ખુલાસો આપી દે.