"નાગર"
ના "અમૃત" હું,ના "ગર" હું,
બસ એક "નાગર" હું,
કલમ,કડછી અને બરછી,
થઇ ગયા એક "નરસી"
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ,
બન્યા છે એક "હાટકેશ",
ચમત્કાર પુર "વડનગર",
નાગર વસ્યાં છે નગર નગર,
સ્કંદપુરાણમાં એક ખંડ,
બન્યો છે નાગર ખંડ,
"મહાકાલ" છે વ્યોમકેશ,
જય "ગાયત્રી" જય "હાટકેશ".-
.@---કૌશિક દવે
કૌશિક દવેના જય હાટકેશ🙏🌹
સ્કંદ પુરાણમાં એક ખંડ " નાગર" ઉપર છે. જેમાં શંકર ભગવાન ના તિર્થ સ્થાન, ભગવાન શીવજીની લીલા, હાટકેશ 🙏🌹 દાદાના પ્રાગટ્ય,વડનગર અને નાગર વિશેની માહિતી છે.જય હાટકેશ 🙏🙏 જય અંબે
- Kaushik Dave