*લુપ્ત થતી સંસ્કૃતિઓ..*
*આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે.. ?*
એક સાયકલમાં ત્રણ સવારી જતાં,
એક ધક્કો મારે ને બે બેસતાં,
આજે બધા પાસે બે બે કાર છે,
પણ સાથે બેસનાર એ દોસ્ત
કોને ખબર ક્યાં છે ..?
*આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે.. ?*
એકનાં ઘરેથી બીજાનાં ઘરે બોલાવા જતાં,
સાથે મળીને રખડતાં ભટકતાં નિશાળે જતાં,
આજે ફેસબુક વોટ્સએપ પર મિત્રો હજાર છે,
પણ કોને કોના ઘરનાં સરનામાં યાદ છે.. ?
*આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે.. ? 🤥*
રમતાં, લડતાં, ઝઘડતાં, ને સાથે ઘરે જતાં,
કોનો નાસ્તો કોણ કરે ઈ ક્યાં ધ્યાન રાખતા,
આજે ફાઈવ સ્ટારમાં જમવાનાં પ્રોગ્રામમાં પણ,
બહાનાં કાઢી કહે છે કે મને તારીખ ક્યાં યાદ છે ..?
*આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે.. ? 😦*
રોજ સાથે રમતાં વાતો કરતાં,
સમય પ્રત્યે સૌ અજાણ હતાં,
આજે રસ્તામાં હાથ ઉંચો કરીને કહે છે કે,
સમય કાઢીને મળીએ તારૂં એક કામ છે,
*આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?🤫*
ત્રણ દિવસ પતંગને કાના બાંધતાં,
દિવાળી , જનમાષ્ટમીની રાહ જોતાં,
આજે રજાઓમાં ફોરેન ફરવા નિકળી જવું છે,
મિત્રો સાથે તહેવારો માણવાનો ક્યાં ટાઈમ છે ?
*આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ? 🙂*
આઠ આનાની પેપ્સીકોલામાં અડધો ભાગ કરતાં,
પાવલીનાં કરમદામાં પાંચ જણા દાંત ખાટાં કરતાં,
આજે સુપ સલાડ ને છપ્પન ભોગ છે,
પણ ભાગ પડાવનાર ભાઈબંધની ખોટ છે,
*આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે.. ? 😔*
ભેરૂનાં જન્મદિવસનાં જલસા કરતાં,
મોટાનાં લગન પંદર દી માણતાં,
આજે મિત્રનાં મરણનાં સમાચારે પણ,
વોટ્સએપમાં RIP લખીને પતાવીએ છીએ,
આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ? 😐
આપણે ક્યાં પહોંચી ગયા.. મારા વ્હાલા,
*આપણે ક્યાં પોહચી ગયા ધ્યાન છે.. ? 😐*
આપણી લૂપ્ત થતી જતી સંસ્કૃતિ ને ફરી થોડી વાગોળીએ ને જુના એ બાળપણ ના ચિત્રો ને યાદ કરીએ..
પોસ્ટ સારી લાગે તો શેર કરજો.. 🙏