The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ખાલીપા ની વાતો માં થોડી પ્રશાંતિ ની ઝલક છે... મૌન બોલે છે,છોડી દે બધું ફરી ગૂંથવાની આ ક્ષણ છે... વાગોળવાની નથી જે વાતો જૂની છે… સમેટવાની છે જે લાગણીઓ હજી ખુલ્લી છે… બળાપો શું કરવો કે મંઝિલ ક્યાંક છૂટી રહી છે... આતો સફર વિસામા ભૂલી આગળ વધી રહી છે... ઘણા કારણો મળે છે થોડી વાર અટકી જવાના… હૃદયના ભારને આંખોથી હળવા કરવાના… આગળ વધવા માટે તું તારા માટે પૂરતી છે… ઘણા કારણો મળે છે ફરી સ્મિતને આવકારવાના…”
ફિલ્ટરવાળું પ્રેમ ચાલે છે. ચહેરા કરતાં ફ્રેમ, આત્મા કરતાં એન્ગલ, અને વાત કરતાં “સ્ટોરી વ્યૂ” વધુ મહત્વનું. એટલે ઘણા લોકો અંધ બની જાય છે… ખોટી ચમકથી. જુએ તો બધા છે, સમજે બહુ ઓછા છે. પ્રેમ ત્યાં છે જ્યાં મન સામે મન બેસે, ચહેરા નહિ.
શબ્દો બધાં થાકી ગયા છે બોલતાં, હવે મૌન જ શીખવશે પ્રેમનો અર્થ. અસ્તિત્વ વિહોણી એ ક્ષણમાં, હું પણ હું રહ્યો નથી — તું પણ તું નથી.
ચાંદનીને ખભે ચમકતું આકાશ ચૂપચાપ જૂએ છે... તારાઓ જો ને ખુલ્લી આંખે,મારી હાજરી પૂરે છે... નઝર આકાશ સામે જોને અડીખમ ઊભી છે... હૃદયમાં એની સ્મૃતિ હંમેશા સળવળી છે.. હવા તો જાણે તન કરતાં મન ને વધુ અડકી છે... રાતના અંધકારમાં પાંપણો કંઈક વધુ ચમકી છે... પ્રશ્નો ઘણા જવાબો શોધવા,રાત ક્યારેય થાકતી નથી... સ્મૃતિના ચમકારા પાછળ એક અલગ દુનિયા વસેલી છે... શાંત છે બધું આસપાસ , હૃદયમાં થોડી કંપારી છે... યાદ,વાત,રાત. બસ તમારી,ને આંખોમાં હળવી ચમકારી છે... હું જાગું રાત પણ જાગે,તારાઓની પણ પાકી યારી છે... બંને ની ખાલી દુનિયામાં ચાંદ ની મહેરબાની છે...
તને જોતા આંખો બંધ કરી દેવાય છે... જાણે આંખોથી જ તને પામી લેવાય.. તારી હાજરી નો તાઝા ગુલાબ જેવો અહેસાસ, મારી લાગણીઓને સુગંધિત કરી જાય છે. પ્રકૃતિ જાણે મહેરબાન છે,મારા પર પ્રેમ વરસવા આતુર. બસ એવી તારા આ હોવાની અનુભૂતિથી લાગણીઓ છે ગાંડીતૂર,. તારો સ્પર્શ નથી છતાં, રોમે-રોમમાં તારી કંપન, એક અદ્રશ્ય દોરીથી બંધાયેલી છે આ જીવનની ગૂંથણ. શબ્દોની જરૂર ક્યાં છે? મૌન પણ હવે બોલે છે, જે વાત હૃદયમાં દબાયેલી હતી, તે આંખોની ભાષા ખોલે છે. તારા વિના પ્રેમ ના અહેસાસ અધૂરા, અર્થહીન લાગે, તું સામે છે તો જગતની દરેક ખુશી મારી પાસે જાગે. તારી યાદોનો ઉજાસ, મારા દિવસોને સૂર્યપ્રકાશ આપે, બસ તું રહે આમ જ મારી આસપાસ, બીજું કઈ ન ખપે.
એક આંખોનો વાંક ને હૃદયનો એમાં સાથ, પછી બાકી રહે કઈ પ્રેમના શીખવાના પાઠ... બધું આવડી જાય પણ આ પ્રેમ અઘરો થાય, પણ જેને પ્રેમ થઈ જાય એને બધું સહેલું થાય... વિરોધાભાસ કહેવું કે પરસ્પર આધાર, પ્રેમ મળે તો જ મળે વિરહની રસધાર.... નજર મળે ને સૂરત વસે, દિલથી થાય વાત, લાગણીના બંધન બંધાય, ભૂલાય નહીં રાત. સાચા પ્રેમની સાધનામાં ક્યાં હોય કોઈ ગણતરી, આપવા માટે જ હોય ઝોળી, લેવાની ક્યાં હોય સબૂરી... પ્રેમમાં ન હોય નિયમ કોઈ, ન હોય કોઈ કિનારો, એકબીજામાં ઓગળી જવાનો, બસ, એક જ સહારો... જીવનના રસ્તા ભલે હોય કાંટાળા , પ્રેમની છત્રછાયા મળે તો થાય એ સુંવાળા ... પ્રેમ એ જ છે આધાર, એ જ છે મઝધાર, ડૂબી ને ઊગરી જવાય એવી એની ધાર.... એ જ આંખોની શરમ અને એ જ હૈયાની વાત, પછી બાકી રહે કઈ ઈશ્વરની યોજનાના પાઠ....
हमारी नजर उन पर से हटती नहीं। और उनकी है जो हम पर ठहरती नहीं। समंदर क्या जाने , नदी के जज्बातों को। जो खुद को खो लेती है,पाने की आस खोती नहीं। अपने हर जर्रे को समंदर में बहाकर । घुल जाती है,अपने अस्तित्व को गवाकर। एकतरफा प्यार करना उसकी ख़ुशनसीबी है। यह भूल कर कि समंदर का खारापन उसकी फितरत है।
વરસાદ ની છાટ અને તમારી વાત... અડકે છે ને જગાડે છે આશ... ભીંજવે છે ભલે થોડું, પણ ઠેઠ સુધી. આછેરો છે આનંદ, પણ હૃદય સુધી. વરસાદ ની છાટ અને તમારી વાત... તરબતર નથી હું ને કોરી પણ નથી...
બધી ભ્રમણાઓ તૂટી ગઈ, શબ્દોની લેવડદેવડમાં, કલ્પનાઓ બધી ખરી ગઈ, શબ્દોની લેવડદેવડમાં.... હતી જે વાર્તાઓ અધૂરી, રહી ગઈ દિલમાં, તૃષણાઓ બધી મરી ગઈ, શબ્દોની લેવડદેવડમાં... સબંધોના સેતુ રચ્યા હતા, વિશ્વાસની ઈંટોથી, ભીંતો બધી ખરી ગઈ, શબ્દોની લેવડદેવડમાં.... હતી એક અહેસાસ ની જે દિલમાં સંઘરેલો, ધુમ્મસ જેમ ઊડી ગઈ, શબ્દોની લેવડદેવડમાં.... 'મૌન' કવિતા હતી લાગણીઓની હૃદયના આંગણે, ફરી ફરિયાદ ઊભરી ગઈ, શબ્દોની લેવડદેવડમાં....
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser