સ્વતંત્રતા ખાલી વિચારો ની જ છે...
બાકી તો ઘણા બંધનો ને સાચવીને બેઠી છું...
ક્ષમતાની જ વાત હોત તો ખૂંદી વળી હોત દુનિયા....
એતો હિંમતનો અભાવ કે થોડા ડગલાં ને દુનિયા બનાવી બેઠી છું...
નીકળવાની ના નથી પાડતું મને,કોઈ મારા પરિઘ માંથી...
હા પાડશે તો હું ક્યાં?.... એ સવાલ ઊંડે ઘૂંટી ને બેઠી છું...
કલ્પનાઓ તો ઉપરછલ્લી,ટોચે પહોંચાડી દે એવી...
વાસ્તવિકતા બનશે તો....?
ઊંડાણમાં ડૂબવાની એ સંભાવના સાથે બેઠી છું...
હું અંદર દરિયો સમાવીને, બહાર ખાબોચિયાંના આવરણ પાછળ બેઠી છું...