એક વાર કીધું ને એક વાર ના કીધું,
કહેવામાં ફરક છે, શું અમે ના કીધું?
એક વચન ખોટું, એક વચન સત્ય,
અર્થની જટિલતા, કેટલું છે વિચિત્ર!
ચાલવામાં સાચવવું, બોલતા શીખવું,
જીવનના માર્ગે, ક્યારેક તો મૌન રહેવું.
કટુ વચનોથી, બીજાને દુઃખ ના દેવું,
પ્રેમથી સહન કરીએ, ક્યારેય ના તૂટવું.
પ્રશંસા તો કોઈની જ કરાય,
કોઈની સાથે કોઈ ને ના સરખાવાય.
કેટલા ક રિસાય અને કેટલાક ખુશ થાય,
યોગ્ય હોય એની જ, પ્રસંશા કરાય.
શબ્દોનું મૂલ્ય, ક્યારે જાણવું જોઈએ,
જીવનમાં આપણે સમજતા રહીએ.
એક વાર કીધું કે નહિ, છે તેની પણ કીંમત,
એને સમજવા માટે, છે જરા આપણી હિંમત!