ગામડું
ગામડું તો ગામડું છે,
ગામડામાં ગામની અનેરી મહેક છે!
સવારે સૂરજના સથવારે પંખીની ઉડાન છે,
કુણી કુંપળે,કળીએ ને પુષ્પોએ મીઠા મહેક છ!
પાકેલા પાકે લહેરાતા ખેતરોમાં ખેડૂતના નૂર છે,
લેવાતા પાક ને થ્રેસરે ઊડતી કેવી ખરજ છે!
સવારે ને સાંજે પ્રાણીઓના ભાંભરવાના સૂર છે,
દોવાતા દૂધણાના વાલા અનોખા સૂર છે!
વાટની વાડોમાં વેલા ને વૃક્ષોમાં પંખીઓના સૂર છે,
ઢળતી સંધ્યા એ ઊડતી ધૂળની કેવી રજ છે!
ખેતરેથી જોતા સૂરજ તારી શોભા સુંદર છે,
તન મનમાં તાજગી આપે એવી જોને " પુષ્ય"
ગામડામાં ગામ ની શાંતિ સુંદર છે!
જય શ્રી કૃષ્ણ: "પુષ્પ"