પર્ણ ઓછા ને ફૂલ ઝાઝાં,
જુઓ ને લચી પડ્યો, આ કેસુડો...!
આંખો થી જોવાય,પણ આંખમાં ના સમાય,
રંગ એવો કંઈક ભરી જાય, આ કેસુડો...!
રંગે રાતો, ને મદ માતો,
એના રંગે રંગી જાય, આ કેસુડો...!
ડાળે થી તોડ્યું, જરા એક ફૂલ,
હૃદયે વસી જાય, આ કેસુડો ...!
આપ સહુ ને ફાગણ માસનાં ફાગ મુબારક...હોળી અને ધૂળેટીની શુભેચ્છા 🙏🏻