છેલ્લાં પાંચ વર્ષથી સાહિત્ય જગત સાથે જોડાયેલી છું. પરંતુ આ જોડાણ ડિજિટલ માધ્યમો થકી છે. અનેક ઓનલાઈન સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂકી છું અને જીતી પણ છું. દરેક વખતે વિજેતા બન્યાનું ઈ પ્રમાણપત્ર મેળવ્યું છે, ક્યારેક પ્રથમ ક્રમાંક માટે, ક્યારેક દ્વિતીય ક્રમાંક માટે તો ક્યારેક તૃતીય ક્રમાંકે આવવા માટે.
પરંતુ આ વખતે વિજેતા બનવા બદલ શિલ્ડ મળ્યું, એ પણ મારા હાથમાં! 😊
ગ્રંથાલય ભારતી, રાજકોટ દ્વારા ડિસેમ્બરમાં યોજાયેલ નિબંધ સ્પર્ધામાં 'ગ્રંથાલય દ્વારા સમાજ પરિવર્તન' વિષય પર મેં લખેલ નિબંધ તૃતીય ક્રમે વિજેતા થયો છે. આ સ્પર્ધામાં ઘણી બધી કેટેગરી હેઠળ નિબંધ સ્પર્ધાઓ હતી અને દરેક સ્પર્ધાનાં વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા.
તમામ વિજેતાઓનું તારીખ 9 માર્ચ 2025નાં રોજ ગ્રંથાલય ભારતી, રાજકોટ ખાતે સર્ટિફિકેટ અને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. એ અલગ વાત છે કે બૉર્ડની પરીક્ષા કામગીરીમાં વ્યસ્ત હોવાથી હું ત્યાં જઈ શકી ન હતી. પરંતુ આભાર ગ્રંથાલય ભારતી અને શ્રી દિલીપભાઈ ભટ્ટ સરનો, કે જેમણે મારુ ઈનામ મારા ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી આપી.
વિજેતાઓ નક્કી કરવા માટે એમનાં નિબંધો વાંચી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ માટે શ્રી મનોજભાઈ શુકલ, શ્રી નરેન્દ્રભાઇ આરદેસણા, ડૉ. અશ્વિની બેન જોશી, શ્રી પ્રીતિબેન પરમાર, ડૉ. તુષારભાઈ પંડ્યા, શ્રી સરોજબેન રૂપાપરા, ડૉ. રાજેશભાઈ દવે, ડૉ. ભાર્ગવ ભાઈ ગોકાણી અને ડૉ. નિલેશ ભાઈ સોની એ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. આ તમામ નિર્ણાયકોનો પણ આભાર કે જેમણે મારા નિબંધને તૃતીય સ્થાન માટે પસંદ કર્યો.
આ નિબંધ સ્પર્ધાનું પરિણામ ગ્રંથાલય ભારતીના અધ્યક્ષ ડો . નરેન્દ્રભાઇ દવે દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ નિબંધ સ્પર્ધામાં સૌથી વધુ 300 બહેનો મળી કુલ ૪૦૨ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને સૌથી વધુ ૩૫૪ સ્પર્ધકોએ માતૃભાષા ગુજરાતીમાં નિબંધ લેખન કર્યું હતું.
આ મહિતિ સાથે મારા વિજેતા પ્રમાણપત્ર અને શિલ્ડનો ફોટો આપ સૌ સમક્ષ રજુ કરું છું.
સાહિત્ય જગતમાં આગળ વધવામાં મદદ કરનાર તમામ વાચકોનો પણ ખૂબ ખૂબ આભાર કે જેઓનાં અભિપ્રાયો મને સતત પ્રેરણા આપે છે અને હું લખતી રહું છું.😊
https://www.amazon.in/dp/939158487X?ref=myi_title_dp