એકબીજા ને ગમતા રહીયે,
કંઈ ખટકે તો ખમતા રહીયે..
સંજોગો કેવા પણ સજાૅય,
થોડા થોડા નમતા રહીયે...
સ્વાર્થી સાંકળા સંકુચિત ન રહેતા,
નદી ના નીર થઈ વહેતા રહીયે..
વાત મનમાં ને મનમાં ના રાખતા,
એક મેક ને કહેતાં રહીયે..
પડી ગાંઠના સરવાળા ના કરતાં,
મીઠા સંબંધોનો ગુણાકાર કરતાં રહીએ...(words by Eshan)