ગામડા ની શિયાળાની સાંજ....
ગામમાં શિયાળો અને શિયાળાની સાંજ એ વિશેષ અનુભવ છે. સાંજનો સમય થાય એટલે ઠંડીની લહેરો વધારે ત્રિવ બની જાય છે. આ શિયાળાની મધુર સાંજમાં, આકાશ માં અઢળક તારાઓ ઝળકતા હોય છે અને ધીમે-ધીમે રાત્રિની મૌન પ્રવૃત્તિ શરૂ થઈ જાય છે.ખેતર માંથી ખેડુઓ પાછા ઘર તરફ પાછા ફરે છે ઘર ની આગળ ખાટલો ધાડી ને ગરમાગરમ ચા ની ચુસ્કીઓ નો આનંદ માણે છે. સ્ત્રીઓ રાત્રિ ના ભોજન ની તૈયારી કરે છે એની ખુશ્બુદાર સોડમ હવા માં મંદ મંદ પ્રસરી રહી હોય છે,ગામમાં દરેક ઘરમાં જમતી વખતે પરિવાર ની રહી રહી ઉષ્માસભર અને મીઠી વાતો થાય છે , અને એ સાથે મકાનની બારીમાંથી આ રીતે વિમુક્ત થતી શિયાળાનો ઠંડો પવન પણ મનને શાંતિ આપે છે. આ શિયાળાની સાંજ એવી હોય છે જ્યાં સ્નેહ અને પ્રેમનો આત્મિય અનુભવ પ્રકૃતિ સાથે સંકળાઈ જાય છે, જ્યાં દરેક પવન સાથે દરવાજા પર ટકરાતો પવન ની લેહરખી નો અવાજ અને ચાન્દની રાતનું મનોહર દ્રશ્ય, ગામના જીવનમાં એક અનોખી શાંતિ લાવે છે....