'મને ગમશે...!
ઉતાવળો તો બહુ છું,
પણ તારી રાહ જોવી મને ગમશે..
જિદ્દી તોહ બહુ જ છું,
પણ તારી વાત માનવી મને ગમશે..
બેદરકાર તોહ બહુ છું,
પણ તારી સંભાળ રાખવાનું મને ગમશે..
ટેવાયેલો છું.. એકાંત માં રેહવા માટે,
પણ તારો સાથ હમેશા મને ગમશે..
બહુ દૂર છુ હું મારા સપનાઓ થી,
પણ તારા સપનાઓ પૂરા કરવા મને ગમશે..
મારા ખુદના અસ્તિત્વ ને ભૂલીને,
તારા માં સમાઈ જવાનું મને ગમશે...