Gujarati Quote in Blog by Gautam Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઑપરેશન પવન

ઇન્દિરા ગાંધીએ
૧૯૮૪માં કરી
તેના કરતાં અનેકગણી ગંભીર ભૂલ ભૂરાજકારણનો તથા લશ્કરી બાબતોનો
કક્કો ન જાણતા રાજીવ ગાંધી ૧૯૮૭માં કરી બેઠા.
શ્રી લંકામાં ત્યાંના સરકારી લશ્કર અને ભારતવંશી
તમિલોના ગેરિલા સૈન્ય વચ્ચે ચાલતા યુદ્ધમાં તેમણે
આપણા ભૂમિદળને, હવાઈદળને તેમજ નૌકાદળને
સંડોવ્યાં. છોકરમત કરી નાખી. રાજીવ ગાંધીની ભૂલ
અક્ષમ્ય હતી. ભારતીય જવાનોને ભારતવંશીઓ
લડાવાય એ સ્થિતિ આપણે તો વિચારી પણ ન શકીએ,
પણ રાજીવ ગાંધીના અવિચારીપણાને લીધે એમ જ બન્યું.
પરિણામ ભારતીય જવાનો માટે અને છેવટે ખુદ રાજીવ
માટે ગોઝારું નીવડ્યું.
તમિલો મૂળ ભારતના, પણ
આજથી બસ્સો વર્ષ પહેલાં ૧૮૨૩માં શ્રી લંકાના (એ વખતના નામે સિલોનના) ચાના બગીચાઓમાં મજૂરીકામે ગયા હતા.
દેશની ૭૫% વસ્તી સિંહાલીઓની, જ્યારે તિરસ્કારની નજરે જોવાતા તમિલોની આબાદી માત્ર ૧૧% હતી.
ત્રીજા દરજ્જાના નાગરિકો ગણાયેલા અને પછી તો નાગરિકત્વ પણ ગુમાવી બેઠેલા તમિલોએ ન્યાય માટે પહેલાં
શાંતિમય આંદોલન ચલાવ્યું. દેખાવો યોજ્યા. સ૨કા૨ને આવેદનપત્રો પાઠવ્યા. કંઇ ન વળ્યું ત્યારે શસ્ત્રો હાથમાં લીધાં.
રીતસરનું સૈન્ય રચ્યું. નામ તમિલ ટાઇગર્સ રાખ્યું. જોતજોતામાં શ્રી લંકા સરકારના લશ્કર અને સશસ્ત્ર તમિલ ટાઇગર્સ વચ્ચે
ભારે ખૂનરેજી કરાવતો આંતરવિગ્રહ ફાટી નીકળ્યો.
ભારતીય જવાનોએ ઉત્તર શ્રી લંકાના પિલાલી ખાતે ઘેરેલા મકાનમાં જે ૧૭ તમિલ ટાઇગર્સ યુદ્ધકેદીઓ સપડાયેલા તેમાં બે
જણા મોટા માથાના હતા. બેઉ જણા ટાઇગર્સ દ્વારા અપાયેલા હોદા અનુસાર લેફ્ટનન્ટ-કર્નલ હતા. એકનું નામ પુલેથિ૨ન
હતું, જ્યારે બીજો કુમારપ્પા નામનો હતો. પુલેથિરનની સરદારી હેઠળ ટાઇગર છાપામારોએ બસવ્યવહારના માર્ગે
૧૨૬ સિંહાલી યાત્રીઓને ઠાર મારી દીધા હતા. કુમારપ્પા અને તમિલ ટાઇગર્સના સુપ્રિમ કમાન્ડર વેલુપિલ્લઈ પ્રભાકરન
વચ્ચે સાળા-બનેવીનો સંબંધ હતો.
ભારતીય જવાનો હેન્ડ ગ્રેનેડ સહિતનાં શસ્ત્રો સાથે તૈયાર હતા. મેજર-જનરલ હરિકરતસિંહના આદેશની રાહ જોવાની
હતી. ઑક્ટોબર ૫, ૧૯૮૭ના એ દિવસે જવાનોએ ધારેલા આદેશ કરતાં સાવ જુદો આદેશ છૂટ્યો. મેજર-જનરલ
હરિકતિસંહનો નહોતો, બલકે એ ફૌજી અફસર તો તેમને પ્રાપ્ત થયેલો. મેસેજ જોતાં ચોંકી ઊઠ્યા, શ્રી લંકાની સરકાર
યુદ્ધકેદીઓને રાજધાની કોલમ્બો લાવી તેમના પર અદાલતી કાર્યવાહી ચલાવવા માગતી હતી અને તેણે ભારત સરકારને
ડિપ્લોમેટિક સંદેશો પાઠવી યુદ્ધકેદી ટાઇગર્સનો કબજો માગ્યો હતો. વડા પ્રધાન રાજીવ ગાંધીએ તે માગણી સ્વીકારી હતી.
મેજર-જનરલ હરિકરસિંહ સારી પેઠે જાણતા કે કિન્નાખોર શ્રીલંકા સરકાર યુદ્ધકેદી તમિલ ટાઇગર્સ પર ઘોર જુલમ ગુજાર્યા વગર અને રિબાવી રિબાવી ને મારી નાખ્યા વગર ટાઢક અનુભવે તેમ ન હતી, આથી તેને યુદ્ધકેદીઓને કબજો સોંપાય
જ નહિ, ટાઇગર સૈન્યમાં લેફ્ટનન્ટ-કર્નલનો હોદો ધરાવતા પુલેથિરનનો તેમજ કુમારપ્પાનો કબજો તો કદાપિ નહિ.
બુદ્ધિ પગની પાનીએ ધરાવતા રાજીવ ગાંધીએ ૧૭ બંદીવાનોને શ્રી લંકા સરકારના હવાલે કરી દેવાનો જે નિર્ણય લીધો તેનું પરિણામ શું આવે તેની લેશમાત્ર કલ્પના તેમને ન હતી.
ઑક્ટોબર ૫, ૧૯૮૭ની જ મોડી સવારે ૧૦:૦૦
વાગ્યે નવી દિલ્લીનો બીજો આદેશ છૂટ્યો. મેજર-જનરલ
હરકિ૨તસિંહને ફરમાનાત્મક સૂચના મળી કે તેમણે ૪:૦૦
વાગ્યે બધા યુદ્ધકેદીઓને શ્રી લંકા સૈન્યના હવાલે કરી દેવાના હતા. હવે મેજર-જનરલે ફરમાનનો અમલ કર્યે જ છૂટકો નવી દિલ્લીએ લીધેલો નિર્ણય તેમણે મેજ૨
શિવનાનસિંહને પાઠવ્યો. (વખત જતાં મેજ૨-જનરલ બનેલા શિવનાનસિંહ અમર શહીદ ભગતસિંહના ભત્રીજા હતા. ભગતસિંહના નાના ભાઇ રણવીરસિંહના પુત્ર હતા)
અચાનક શિવનાનસિંહને
વાયરલેસ મેસેજ સાંપડ્યો કે યુદ્ધકેદી પુલેરિથન અને કુમારપ્પા સહિત તમામ બંદિવાનોએ સાઇનાઇડની કેપ્સ્યૂલ ગળી નાખી હતી અને તેર જણા મૃત્યુ પામી ચૂક્યા હતા.
મેજર શિવનાનસિંહના હૃદયમાં આઘાતનો સબાકો બોલ્યો.વાયરલેસ દ્વારા મળ્યા તે સમાચાર ન હતા. વજ્રપાત હતો,
https://www.facebook.com/share/p/19ZsCAS7Nk/

Gujarati Blog by Gautam Patel : 111963007
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now