" મજા આવે ઘણી "
( ગઝલ )
મુખથી જરા પાલવ હટાવો તો મજા આવે ઘણી.
ચાંદો સરસ અમને બતાવો તો મજા આવે ઘણી.
કરતો ઈશારો વાત બહુ પણ ના મજા આવે જરા;
મનમાં શું ચાલે છે જણાવો તો મજા આવે ઘણી.
કોમળ તમારા અંગ છે એ વાતને ધ્યાને ધરો;
ફૂલોથી બિસ્તરને સજાવો તો મજા આવે ઘણી.
રસ્તે અગર સામે મળો તો કામ કરજો એક એ;
જોઈને આંખોને લડાવો તો મજા આવે ઘણી.
Bન્દાસ થઇને ખ્વાબમાં હેરાન કરશો ના જરા;
પાસે તમે આવી સતાવો તો મજા આવે ઘણી.
©✍️ Bન્દાસ
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : રઝજ = ગાગાલગા × ૦૪