એક ખભો જે હૂંફ આપે, એ છે માતાનો ખભો.
એક ખભો જે વ્હાલ આપે, એ છે વડીલોનો ખભો.
એક ખભો જે હિંમત આપે, એ છે મિત્રનો ખભો.
એક ખભો જે સાથ આપે, એ છે બહેનનો ખભો.
એક ખભો જે રક્ષણ આપે, એ છે ભાઈનો ખભો.
એક ખભો જે પ્રેરણા આપે,
એ છે પ્રત્યક્ષ કે પરોક્ષ શિક્ષકનો ખભો.
એક ખભો જે આ બધુ જ આપે પણ ક્યારેય કોઈની નજરે નથી ચડતું કે કોઈનાં ધ્યાનમાં નથી આવતું,
એ છે એક પિતાનો એટલે કે પુરુષનો ખભો.