શું પૂછો છો મુજને?
“શું પૂછો છો મુજને કે હું શું કરું છું
મને જ્યાં ગમે ત્યાં હરૂં છું ફરૂં છું
ન જાઉં ન જાઉં કુમાર્ગે કદાપિ,
વિચારી વિચારીને ડગલું ભરૂં છું
કરે કોઇ લાખો બુરાઇ છતાં પણ
બુરાઇને બદલે ભલાઇ કરૂં છું
ચડી છે ખુમારી પીધી પ્રેમ સુરા-
જગતમાં હું પ્રેમી થઇ વિચરૂં છું
છે સાદું કવન ભક્ત સત્તારનું
કવિ જ્ઞાનીઓને ચરણે ધરૂં છું.”
🙏🏻
- Umakant