ઓહ, આ પૈસો....
માણહની આંખ લાલ કરી
કોઈને બાળે છે, કોઈને પડે ગાળે છે.
ઓહ આ પૈસો....
હકનો લેવો છે, એ પણ બીજાનાં ,
પોતાનો તો તિજોરીનાં તાળે છે.
ઓહ આ પૈસો....
અદભુત એનો નશો, મન મસ્તીષ્કમાં વસ્યો,
માનવતાનો કચરો કરી, એને સાવરણો બની વાળે છે.
ઓહ આ પૈસો....
જીવવા માટે અધધ છે,જરૂરિયાત પણ પૂરી થાય છે,
છતાંય મન માનતું નથી ને,
ફરી લાલચની ચાળણીથી માણહને ચાળે છે.
ઓહ, આ પૈસો.....
હદ કરે છે.
-@nugami
-Tr.Anita Patel