પૈસા ફાજલ પડ્યા રહેશે,
આ જીવ નહિ.
તપતી જો રેતી, તો પગ પણ દાઝે,
દેહ ટાઢો પડ્યો રહશે,
હશે જયારે એમા જીવ નહિ.
ઉપાધીના પોટલાં માથે રોજ મુકાય,
હૃદય નિરાંત કરશે,
હશે જયારે ધબકાર નહિ.
હું પણું ચારેકોર વિખરાય ને,
ગાડા હેઠે ગલુડિયું જેવું જીવાય,
જરા આતમની ઘડી તો સરખી કર એવું દેહ કહેશે,
હશે જયારે જીવ દેહમાં નહિ.
-@nugami