ક્યારેક તને જોઈ એમ થાય,
ઘણું ઘણું કહેવું છે,
પછી એમ થાય રહેવા દે,
આ સુખ તો સહેવુ છે.
નજર માત્ર મળે જો તારાથી,
તો તારી આંખોમાં રહેવું છે,
એ જો ના થઇ શકે તો કંઈ નહિ,
તારી પાંપણનાં કિનારે વહેવું છે.
શ્વાસની ગતિ થોડી ધીમી કરી,
તારા દેહમાં વહેવું છે,
હૃદય તો ઘણું ધબક્યા કરે,
હવે એકાદ ધબકારો તારા હૃદયે લઇ,
આ શ્વાસનું ઉધાર ચૂકવવું છે.
-@nugami