દવાખાનામાં મરણ જીવન વચ્ચે ઝોલા ખાનર અમરસિંહ ને કીડની ની બિમારી હતી બન્ને કીડની ખરાબ થઈ ગઈ હતી.હવે કોઈ કીડની આપનાર દાતા મળે તો જીવન બચે તેમ હતું.
અમરસિંહ ને સંતાનોમાં બે દિકરા અને એક દીકરી હતી પરંતુ અમરસિંહ તો તેમના બે જ સંતાન છે એવું માનતા કેમ કે દીકરી એ અમરસિંહ ની મરજી વિરુદ્ધ લવ મેરેજ કર્યા હતા માટે તેમને બધો જ વ્યવહાર કાપી નાખેલો તેને મિલકતમાંથી પણ બેદખલ કરેલ.
હોસ્પિટલમાં અમરસિંહ ની બિમાર પત્નીએ પોતાના બન્ને દીકરાઓ માંથી કોઈ એક પિતાની પરિસ્થિતિ સમજી કીડની આપે તેવી ઈરછા વ્યકત કરી પરંતુ બન્ને દીકરા એક ના બે ના થયાં.
હવે તો દીકરાઓની વહુઓ એ તેમને હોસ્પિટલ આવતા પણ રોકી લીધા.આવા સમયે હોસ્પિટલમાં થી એક ખુશીનાં સમાચાર મળ્યા કે કોઈ અજાણ્યો ડોનર તમને કીડની આપવા તૈયાર થયો છે.
અમરસિંહ ની પત્ની ડોક્ટર ની રૂમ પાસે જ્યારે દવાનું પુછવા ગયા હતા ત્યારે ડોક્ટરની કેબિનમાં તેમની દીકરીને કંઈક વાત કરતા સાંભળી હતી તે તરત બધું સમજી ગયાં.
અમરસિંહ તેમની પત્ની ને કહે કે મારા ખુદના દીકરા મને બચાવવા તૈયાર ના થયાં ત્યારે આ અજાણ્યો દેવતા કોણ હશે?
તેમને અમરસિંહ ને કહ્યું તમને કીડની આપી નવું જીવન આપનાર પણ તમારું તરછોડેલ લોહી જ કામ આવ્યું છે.અમર સિંહ ની આંખોમાં દળ દળ આંસુડાં પડવા લાગ્યા.