શમણાં...
ભણવામાં ખૂબ જ હોશિયાર હતી એ. પણ અમારા સમાજમાં દીકરીઓને ભણાવવામાં નથી આવતી એવાં રૂઢિચુસ્ત રીત રિવાજો સાથે જીવતા તેના મા-બાપે તેને માત્ર ધોરણ 12 સુધી જ ભણાવી.18 વર્ષની થઈ અને તેના લગ્ન કરી દેવામાં આવ્યા. એની ઈચ્છા ને જાણ્યા વગર કે, એ છોકરો એને ગમે છે કે નહીં. લગ્નના એક વર્ષમાં તે એક દીકરાની માતા બની ગઈ. પતિની ટૂંકી આવક હોવાથી એણે નોકરી કરવાની ઈચ્છા વ્યક્ત કરી. ફરીથી એ જ માનસીકતા...અમારા ઘરની સ્ત્રીઓ નોકરી કરવા ના જાય. એને પણ ગમતાં એની સખીઓની જેમ મોર્ડન કપડાં પહેરવા. પણ અમારા ઘરની સ્ત્રીઓ લગ્ન પછી માત્ર સાડી જ પહેરે. આવી તો કેટલી ઈચ્છાઓને શમણાં એ પોતાની અંદર મારી નાખી હતી. અને એક દિવસ આ સંકુચિત સમાજથી કંટાળીને શમણાંને જીવન કરતાં મોત વધારે વ્હાલું લાગ્યું અને એક દિવસ શમણાંએ પોતાનું જીવન ટુંકાવી નાખ્યું એના શમણાંને આંખોમાં સમાવીને...
મિત્રો ભલે આપણે આજના સમાજ ને આધુનિક સમાજ એવું નામ આપીએ પણ આપણા સમાજમાં હજુ કેટલીય શમણાંઓ છે કે જે રોજ હત્યા કરી રહી છે પોતાના સપનાઓની અને પોતાનાં emotions (લાગણીઓ)ની...😢
-સત્ય ઘટના પર આધારિત...
માત્ર નામ બદલ્યું છે, લાગણીઓ તો આજે પણ એજ છે. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કે તેઓ એની આત્માને શાંતિ આપે.. ઓમ શાંતિ..
#emotion