હરીફ
હું, તું,
દોસ્ત નથી,
દુશ્મન પણ નથી,
છતાં એકબીજાના પૂરક.
તું મારા દુઃખમાં દુઃખી હું તારા...
સુખ આપણે બંને પોત-પોતાની રીતે માણીએ છીએ,
આપણને અણઆવડતો માટે એકબીજાની ઠેકડી ઉડાડવાની જરૂર નથી.
હું તને માન આપું છું તું મને,
આપણે બંને એકબીજાની ઈર્ષ્યા નથી કરતા,
તો આપણે એકબીજાના શું છીએ?
હરીફ રાખીએ!
એમાં વધારે વિચારવાની મગજમારી નથી.
ઠેકડી નથી, સુખ નથી, દુઃખ નથી,
નાનપ કે આછકલાઇ નથી,
કોઈ ગ્રંથિ નથી,
અહમ પણ નથી,
ગરિમા છે.
એ ચાલશે ને તને!
©નમ્રતા કંસારા